બાલાકોટ સ્ટ્રાઈક: ભારતનો દાવો એકદમ સાચો, પહેલીવાર પાકિસ્તાને 'આ' સત્ય સ્વીકાર્યું
પાકિસ્તાને પહેલીવાર સ્વીકાર્યું કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના સાથે થયેલા હવાઈ સંઘર્ષમાં તેણે એફ-16 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
Trending Photos
ઈસ્લામાબાદ: પાકિસ્તાને પહેલીવાર સ્વીકાર્યું કે 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના સાથે થયેલા હવાઈ સંઘર્ષમાં તેણે એફ-16 ફાઈટર વિમાનોનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાને એમ પણ કહ્યું કે તેની પાસે પોતાની રક્ષા માટે 'કઈ પણ ઉપયોગ' કરવાનો અધિકાર છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે એક નિવેદન જારી કર્યું છે. જે 27 ફેબ્રુઆરીના રોજ હવાઈ સંઘર્ષ દરમિયાન ભારતે જે દાવો કર્યો હતો કે પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું તે સંદર્ભમાં છે.
તેમણે કહ્યું કે "નિયંત્રણ રેખા પાર પાકિસ્તાની વાયુ સેનાના હુમલાનો જ્યાં સુધી સવાલ છે, તે જેએફ-17 દ્વારા પાકિસ્તાન હવાઈ ક્ષેત્રની અંતર રહીને અંજામ આપવામાં આવ્યો હતો." ગફૂરે એવો પણ દાવો કર્યો કે "જ્યારે બે ભારતીય ફાઈટર વિમાનોએ નિયંત્રણ રેખા પાર કરી તો તેમને પાકિસ્તાની વાયુસેનાએ તોડી પાડ્યાં. તેમણે કહ્યું કે બે ભારતીય વિમાનોને તોડી પાડવામાં એફ-16 કે જેએફ-17, જેનો પણ ઉપયોગ કરાયો હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી."
ગફૂરે કહ્યું કે ભલે તે સમયે એફ-16નો ઉપયોગ કરાયો પણ હોઈ શકે, કારણ કે તે સમયે એફ-16 સહિત પીએએફનો આખો કાફલો આકાશમાં હતો અને તથ્ય એ છે કે પાકિસ્તાની વાયુસેનાએ આત્મ રક્ષામાં બે ભારતીય વિમાનો તોડી પાડ્યા હતાં.
તેમણે કહ્યું કે પાકિસ્તાનને પોતાની રક્ષા માટે કઈ પણ ઉપયોગમાં લેવાનો હક છે. તેમણે કહ્યું કે ભારત પોતાની રીતે ગમે તે સમજી શકે છે, એટલે સુધી કે એફ-16નો ઉપયોગ પણ સમજી શકે છે. પાકિસ્તાનની પાસે પોતાની આત્મ રક્ષા માટે કઈ પણ ઉપયોગમાં લેવાનો હક છે. પાકિસ્તાન પાસે પોતાની યોગ્ય આત્મ રક્ષા માટે કઈ પણ ઉપયોગ કરવાનો હક છે. તેમણે ભારતીય વાયુસેના દ્વારા હવાઈ સંઘર્ષમાં એફ-16 તોડી પાડવાની વાતને પણ ફગાવી.
તેમણે કહ્યું કે 27 ફેબ્રુઆરીનો ઘટનાક્રમ હવે ઈતિહાસનો એક ભાગ છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના કોઈ પણ એફ-16ને તોડી પાડ્યું નથી. ગત મહિને ગફૂરે કહ્યું હતું કે ભારત વિરુદ્ધ માત્ર જેએફ-17નો ઉપયોગ કરાયો હતો.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે પુલવામામાં જૈશ એ મોહમ્મદના ફિદાયીન આતંકીએ સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનની અંદર બાલાકોટમાં આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ જૈશ એ મોહમ્મદના તાલીમ કેમ્પને તબાહ કર્યો હતો.
બીજા દિવસે પાકિસ્તાનની વાયુસેનાએ જવાબી કાર્યવાહી કરી અને હવાઈ સંઘર્ષમાં ભારતના મિગ 21ને તોડી પાડ્યું હતું તથા એક ભારતીય પાઈલટને પકડી લીધો હતો. ત્યારબાદ જો કે પાકિસ્તાને તરત તે પાઈલટ અભિનંદનને ભારતને સોંપી દેવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે